28 ફેબ્રુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ આજે (29મી મે, 2020) ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડિઓઝ પર આવી ચુકી છે. લોકડાઉનમાં ઘેર બેઠા ગુજરાતી ફિલ્મો જોવા વાળા ફિલ્મી ચાહકો માટે આ એક ખુશી ના સમાચાર ગણી શકાય.

‘ગોળકેરી’ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તેમજ અભિનેત્રી અનુક્રમે મલ્હાર ઠાકર અને માનસી પારેખ છે. આ ફિલ્મ ને ગુજરાતના પ્રખ્યાત સિંગર પાર્થિવ ગોહિલે પ્રોડયુસ કરી છે.

તો આ ફિલ્મને હવે ઓનલાઇન માણો અને જો તમે આ ફિલ્મ જોઈ હોઈ તો અમને ઇન્સ્ટાગ્રામ પર તમારો રીવ્યુ મોકલી શકો છો.