છેલ્લા એકાદ-બે વર્ષોમાં ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ ખુબ પ્રગતિ કરી છે. ખાસ કરી ને ગુજરાતી વેબ-કંટેન્ટ એ ખુબ ઓછા સમયમાં મોટી હરણફાળ ભરી છે. ઘણા નવા અને ટેલેન્ટેડ કલાકાર, ડીરેક્ટર અને ફિલ્મ મેકર્સે સારી એન્ટ્રી કરી છે. અને એક વિશેષ પ્રકારનું કામ કરી રહ્યા છે. જેમાના એક ફિલ્મ મેકર જય વ્યાસ છે.

જય વ્યાસ મૂળ ઓટોમોબાઈલ અને ટ્રાવેલિંગના ધંધા સાથે જોડાયેલા છે. અને થોડાક સમય પહેલા ફિલ્મ મેકિંગના શોખને સાર્થક કરવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઝપલાવ્યું અને ‘બસ ચા સુધી સિઝન 3’માં એક ઇન એસોશિયટ પ્રોડ્યુસર તરીકે ડિજિટલ કન્ટેન્ટમાં શરૂઆત કરી.

જય વ્યાસ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હાલમાં જ તેઓએ એક વેબફિલ્મ “હું તને મળીશ” બનાવી જે ટૂંક સમયમાં જોવા મળશે. આ વેબફિલ્મમાં ઓજસ રાવલ, ઝીનલ બેલાણી અને ગૌરવ પાસવાલા મુખ્ય પાત્રો તરીકે જોવા મળશે. તેઓ આગળ પણ વેબ કન્ટેન્ટ બનાવવા માગે છે. જય વ્યાસે કહ્યું કે તેમની ઈચ્છા છે કે હું ગુજરાતી ભાષાને કઈક નવું કન્ટેન્ટ આપું. અને હવે વિડીયો સોંગ અને એક નવા જ કન્સેપ્ટ સાથે શોર્ટ ફિલ્મ બનાવવાની પણ ઈચ્છા છે.