લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ના સંગીત ની સફર માં  સફળતા નું એક મોટું સોપાન, હાલ માં રીલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ 376D માં તેઓ એ ગાયક, ગીતકાર અને  સંગીતકાર તરીકે પદાર્પણ કર્યુ છે. કોઈપણ ગુજરાતી કલાકાર માટે આ ગૌરવની વાત છે.

ગુજરાતી સંગીત ઉદ્યોગમાં એક પ્રસિદ્ધ ગાયક તરીકે પોતાને સ્થાપિત કરનારા જિગરા હવે પોતાનું ક્ષિતિજ વિસ્તૃત કરવા અને હંમેશા પોતાને ગમતાં સંગીતને બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

જીગરદાન ગઢવી એ 376D ફિલ્મ માટે ચાર ગીતો લખ્યા છે અને કમ્પોઝ કર્યા છે અને તેમાંથી બે માટે પોતાનો અવાજ પણ આપ્યો છે. જેમા થી “રુબરુ” ગીત જીગરા નુ ફેવરીટ છે.ફિલ્મ ના “રુબરુ” અને “તેરે લિયે” ગીતો ને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

376 D ફિલ્મ એક કોર્ટ રુમ Drama છે. જે ઓનલાઈન પ્લેટફોર્મ રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ના રાઇટર , ડીરેક્ટર ગુનાવીન કૌર અને રોબીન સિકારવાર છે.  વર્ષ  2016 માં ફિલ્મ ના સંગીત માટે ની મિટિંગ માં જીગરદાન ગઢવી જયારે ડિરેકટર ને મળ્યા ત્યારે પોતાનુ “રુબરુ” ગીત સંભળાવ્યું હતું, અને આ ગીત સાંભળતા ની સાથે જ ડિરેકટરે ફિલ્મ ના સંગીતકાર તરીકે ની જવાબદારી જીગરા ને સૌંપી દીધી. અને જીગરા એ  ફિલ્મ ના સંગીત ને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આવનારા વર્ષોમાં વાલમ જીગરા ના અવાજ નો જાદુ બોલીવૂડમાં છવાઈ જાય એમાં કાંઇ નવાઈ નહી.